(૧) આપણા શ્રી બોત્તેર ચુંવાળ કડવા પાટીદાર સમાજની વેબસાઈટ ચાલુ કરેલ છે. તેનું નામ Web : www.kp72samaj.com છે.
(૨) આ વેબસાઈટમાં સભ્ય થવા માટે આપણા ગામના પ્રતિનિધિ અથવા કારોબારીનો સંપર્ક કરી તેમની પાસે સભ્ય નોંધણીનું ફોર્મ મેળવી લેવું.   રજીસ્ટ્રેશન ફોર્મ અહીંથી ડાઉનલોડ કરો.
(૩) મુખ્ય મેમ્બરે તથા કુટુંબના સભ્યોએ પોતાનો ફોટો અલગથી આપવાનો રહેશે. ફોટાની પાછળ નામ, ગામ, લખવાનું રહેશે. ફોટો ચોંટાડવો નહિ. કવરમાં અલગથી મુકવો.
(૪) સભ્ય નોંધણી થયા પછી અમે તમને એસ.એમ.એસ. (SMS) દ્વારા યુઝરનેમ (Username) તથા પાસવર્ડ (Password) આપવામાં આવશે.
(૫) સભ્ય નોંધણી થયા પછી જાતે કોઈ પણ સુધારા વધારા કરવા ઈચ્છતા હોય તો લોગઈન (Log In) બાદ તે પોતાની માહિતીમાં સુધારા વધારા કરી શકાશે. (દા.ત. અભ્યાસ/વ્યવસાય ની માહિતી) (બીજા સભ્યની નહિ.)
(૬) કુટુંબનો સભ્ય અપરણિત હોય અને જે સભ્ય પરણી જાય તો તેવા સભ્યએ નવું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવાનું રહેશે.
(૭) જાહેરાત તથા વેબસાઈટ માટે પ્રમુખ તથા મંત્રીશ્રીનો સંપર્ક કરવો.
(૮) કારોબારીના તમામ સભ્યો તથા નિમાયેલા પ્રતિનિધિઓએ પોતાના ફોટા ઓફિસે જમા કરાવી દેવાના રહેશે.
(૯) તમામ હક પ્રગતિ મંડળને આધિન રહેશે.
(૧૦) સભ્યો એ ફોર્મમાં ગામ નું નામ, મોબાઈલ નંબર અને જન્મતારીખ (જન્મતારીખ પૂર્ણ લખવી. ઉદા. ૦૨-૧૧-૧૯૯૧) અવશ્ય લખવી. જે સભ્ય એ આ માહિતી ફોર્મ માં ભરી નહિ હોય એમની માહિતી વેબસાઈટ પર ઉમેરવામાં આવશે નહિ.
(૧૧) વેબસાઈટ પર નામ આવી ગયું હોય અને યુઝરનેમ (Username) તથા પાસવર્ડ (Password) મળ્યો ના હોય અથવા ખોવાઈ ગયા હોય તેવા સભ્યો એ તેમનું પૂરું નામ, ગામ નું નામ, મોબાઈલ નંબર અને ઈમૈલ એડ્રેસ info@kp72samaj.com પર મોકલવાનું રહેશે.

સહકાર માં જ સુખ સમાયેલું છે. સહકાર એ જ સમાજ નો વિકાસ.

લી. પ્રમુખશ્રી / મંત્રીશ્રી